આતુરતાનો અંત : ટંકારામાં બનનાર બસસ્ટેન્ડની જગ્યાનો કબજો એસટી વિભાગે સંભાળ્યો

- text


આવતા મહિનાથી બસ સ્ટેન્ડનું કામ શરૂ થવાની સંભાવના : ટંકારાવાસીઓનું બસ સ્ટેન્ડનું સપનું સાકાર થશે

ટંકારા : વરસોની લાગણી અને માંગણી પછી ટંકારાવાસીઓ માટે બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમે સરકાર તરફથી ફાળવવામાં આવેલી જગ્યાનો કબજો સાંભળી લીધો છે. ફેબ્રુઆરી માસથી આ નવા બનનાર બસ સ્ટેશનનું કામ ધમધમવા લાગશે. અને ખૂબ ઝડપથી ટંકારવાસીઓને નવું નક્કોર આધુનિક બસ સ્ટેશન ઉપલબ્ધ બનશે.

સરકારે બસ સ્ટેન્ડ માટે ફળવેલી જમીનનો એસ.ટી.નિગમને કબ્જો સોંપવામાં આવ્યો છે. વહીવટી કામગીરી બહુ જલ્દી આટોપીને સુવિધાયુક્ત બસ સ્ટેશનનું કામકાજ શરૂ થઈ જશે જ્યાં આવનારાં દિવસોમા આધુનિક બસ સ્ટેન્ડ આકાર લેશે.

આ અંગે ધારાસભ્ય લલિત કગથરા સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હુ એસ.ટી નિગમ સાથે સંપર્કમા છુ. નવા બજેટમા ગ્રાન્ટ ફાળવણી માટે દરખાસ્ત રજૂ કરીશ અને ત્વરિત નવા બસ સ્ટેશનનું ખાતમહુર્ત કરવામાં આવશે. નવું બનનાર બસ સ્ટેશન આધુનિક સુવિધા ધરાવતું હશે. એ ઉપરાંત નવા રૂટ તેમજ શહેરી કક્ષાની ડિઝાઇન ધરાવતું બસ સ્ટેશન હશે. આવનારા દિવસોમાં ટંકારાથી પ્રવાસીઓનું આવાગમન સરળ બની રહેશે. ટંકારાના જે ગામડાઓને એસ.ટી બસ જોવા પણ મળતી ન હતી તે બાબત હવે ભુતકાળ બની જશે.

નવુ સૂચિત બસ સ્ટેશન જે જગ્યા પર બનવા જઇ રહ્યું છે તે જગ્યાની આ તસ્વીરો છે. આ નવા બસ સ્ટેશનના બની ગયા બાદ ટંકારા શહેરના નગરનાકુ અને જીવાપરા નાકાનો સમુચો વિકાસ થશે અને ખરા અર્થમાં આ વિસ્તારનો જમાનો આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text