કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુ સાથે મોરબી સિરામિક એસોશિએશનના હોદ્દેદારોની ખાસ મિટિંગ

વાઈબ્રન્ટ સમિટમાં મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વિવિધ મુદ્દે મુદ્દાસર રજુઆત કરી

મોરબી : આજરોજ વાયબ્રન્ટ સમિટમાં કોમર્સ મિનિસ્ટર સાથે મોરબી સિરામિક એસોશિએશનના હોદ્દેદારોએ મહત્વપૂર્ણ બેઠક યોજી ગલ્ફ કન્ટ્રીમાં એન્ટી ડંપીંગ ડ્યુટી સહિતના પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ગાંધીનગર ખાતે આજે ભારતના કોમર્સ મીનીસ્ટર સુરેશ પ્રભુ સાથે મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ નિલેષ જેતપરીયા, ઉપપ્રમુખ મુકેશ કુંડારીયા, નિલેષ રાણસરીયા, હરેશ બોપલીયા વગેરે મળીને મોરબીના સિરામીક ઉધોગ માટે વિસ્તૃત ચર્ચા કરી અને સિરામીક ઉધોગ માટે પ્રમોસન કાઉન્સીલ અને જીસીસી દેશોમા એન્ટીડંમ્પીંગ તેમજ બીજા પ્રશ્નો માટે ચર્ચા કરી હતી. આ બાબતોમા ઉધોગોની જરૂરીયાતો માટે કેન્દ્ર સરકાર દ્રારા જરૂરી બધુજ કરવા માટે તત્પરતા દેખાડવામાં આવી હતી.

વધુમાં આ મીટીંગમા ડીજીએફટીના સુવિધ શાહે પણ મોરબીના ઉધોગોના એક્સપોર્ટના આંકડા અને ગ્રોથ વિષેની પણ માહીતી આપી સાથોસાથ આફ્રીકા ડે મા આવેલ વિદેશી ગ્રાહકો તેમજ વિશ્વભરમાથી આવેલ ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ એશોસીએસન સાથે પણ મીટીગ કરીને મોરબીના ઉધોગ વિષે વિદેશી મહેમાનોને માહીતગાર કરવામાં આવ્યા હતા.