મોરબી : નવાગામ ખાતે ગૌશાળાના લાભાર્થે આજે રામમંડળનું આયોજન

મોરબી : મોરબીના નવાગામ ખાતે ગૌ શાળાના લાભાર્થે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ પીઠડ દ્વારા રામાપીરના જીવન ચરિત્રનું સંગીતમય શૈલીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૯/૧/૨૦૧૯ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦કલાકે મોરબીના નવાગામ ખાતે રમાનાર રામામંડળને માણવા ધર્મપ્રેમી જનતાને આયોજક હરજીવનભાઈ નરશીભાઈ દેત્રોજાએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.