મોરબી : સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીના જુના નાગડાવસ ગામે રહેતી સગીરાને તેજ ગામનો શખ્સ લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના જુના નાગડવાસ ગામે રહેતી સગીરાને તેજ ગામમાં રહેતો ચિરાગ હર્ષદભાઈ લશ્કરી નામનો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ગતતા 15ના રોજ ભગાડી ગયો હતો.આ બનાવ અંગે સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધી કાઢવા અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.