માળિયામાં બાળસુરક્ષા વર્કશોપ યોજાયો

- text


તલાટી કમ મંત્રી અને સરપંચોને બાળ સુરક્ષા અંગે માહિતગાર કરાયા

માળીયા : માળીયા ખાતે આજરોજ બાળ સુરક્ષા એકમ દ્વારા તાલુકા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમા તલાટી કમ મંત્રી અને સરપંચોને બાળ સુરક્ષા કાયદાની જોગવાઈઓથી અવગત કરાવવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લાના દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં બાળ સુરક્ષા સમીતીની રચનાઓ કરવામાં આવી છે બાળમજુરી બાળલગ્ન બાળ અત્યાર જેવી બાબતોને પહોચી વળવા સરકાર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તાર માં આવી સમીતીઓ બનાવવામાં આવી છે જેમા ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રી આંગણવાડી વર્કર સરપંચ શીક્ષક અને ગ્રામ્ય અગ્રણી મળીને દરેક ગામે આવી સમીતીઓ ની રચનાઓ કરવામાં આવી છે દર મહિને આવી સમીતીઓ દ્રારા રીવ્યુ કરાતુ હોય છે અને બાળકોને પડતી હાલાકિઓ શોષણ જેવી બાબતોનુ નિરાકરણ થતુ હોય છે.

આ કાર્યક્રમ માં સંકલિત બાળ સુરક્ષા યોજના, તાલુકા અને ગ્રામ્ય બાદ સુરક્ષા સમિતી અને એમના કાર્યો તથા બાળકોની યોજનાઓ, બાળ મજુરી અને બાળ લગ્ન, સમાજ સુરક્ષા ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબી , તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ખોખરભાઇ, બાળ સુરક્ષા એકમના ઇશાબેન સોલંકી અને તાલુકાના સરપંચો તલાટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા રંજનબેન મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text