કુદરતની ક્રૂરતા ! પત્નીએ કિડનીનું દાન આપ્યુ છતાં પતિની જિંદગી ન બચી

- text


કમળા અને કિડની પીડાતા પતિને પત્નીએ મહત્વનું અંગ આપ્યા છતાં બચી ન શકતા પત્ની પર આભ તૂટી પડ્યુ : માથક ગામનો હૃદયદ્રાવક કિસ્સો

મોરબી : નારી તું નારાયણી.કહેવાય છે મોતના મુખમાં ધકેલાતા પતિને બચાવવા પત્ની પોતાનું જીવન પણ હોડમાં મૂકી દે છે.પરંતુ મોરબી જિલ્લામાં માથક ગામના એક હદયદ્રવક કિસ્સામાં કમળા અને કિડનીની બીમારીથી પીડાતા પતિને મોતના મુખમાંથી ઉગારવા પત્નીએ કિડની આપી દીધું હતું.પરંતુ કુદરતને કદાચ આ વાત મંજુર ન હોય તેમ થોડા દિવસોમાં પતિનું મોત નિપજતા પત્ની પર આભ તૂટી પડ્યું છે.

મોરબી જિલ્લાના માથક ગામની કરુંણ દાસ્તાનની વિગતો જોઈએ તો માથક ગામે રહેતા અત્યંત ગરીબ પરિવારના યુવાન પુત્ર ઉદયભાઈ હરજીવનદાસ શુક્લ છેલ્લા એક વર્ષથી કમળો અને કિડનીની બીમારીથી પીડાતા હતા.મોત સામે ઝઝૂમતા પતિને બચાવવા માટે કર્તવ્ય પરાયણ પત્ની જયાબેન તેમનાથી બનતું તમામ કરી છૂટ્યા હતા અને રતદિવસ યોયા વગર પતિની ખૂબ ન કાળજીપૂર્વક સેવાચાકરી કરતા હતા.દરમ્યાન ડોકટરે તેંમના પતિનું નિદાન કરી જણાવ્યું હતું કર, તેમના પતિનું કિડની ખરાબ થઈ ગયું હોવાથી કિડની બદલવું પડશે. આ વાત જાણી પત્ની જયાબેન પતિને જીવતદાન આપવા માટે જરાય વિલંબ કર્યા વગર પોતાના શરીરનું મહત્વનું અંગ કિડનીનું દાન તૈયાર થઈ ગયા હતા અને પતિવ્રતા નારીએ પત્નીને કિડનીનું દાન કર્યું હતું. કિડનીનું દાન કરવાથી પતિને જીવતદાન આપ્યાની ખુશી તેમના મનમાં ખુશી સમાતી ન હતી. પરેતું આ ખુશી કદાચ કુદરતને ગમી ન હોય તેમ કિડની આપ્યાના સાત દિવસમાં કાળએ પતિને છીનવી લીધો હતો. મહત્વનું શરીરનું અંગ આપ્યા છતાં પણ પતિનું નિપજતા તેમની અર્ધોગીનીએ હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું.આ કરુણ બનાવથી નાના એવા માથક ગામે ભારે શોક વ્યાપી ગયો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text