માળિયા : સુલતાનપુર પાસે કેનાલમાં ટ્રોલી સહિત ટ્રેક્ટર ખાબક્યું

- text


માળીયા : માળિયાના સુલતાનપુર ગામ પાસે માટી ભરેલું ટ્રેકટર ડ્રાયવરની ગફલતથી કેનાલમાં પડ્યું હતું.બનાવની જાણ થતા ગ્રામજનોએ દોડી જઈને ટ્રેક્ટરચાલકને બચાવી લીધો હતો બાદમાં ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

માળિયાના સુલતાનપુર અને નવાગામ નજીક આવેલ કેનાલ પાસેથી પસાર થતું ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબક્યું હતું. જેમાં ટ્રેક્ટરની ટ્રોલી કેનાલમાં ઘુસી ગઈ હતી.ટ્રેક્ટર કેનાલ પાસેથી પસાર થતું હતું ત્યારે બ્રેક ના લાગવાથી ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. જે બનાવમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે માટી ભરેલ ટ્રેક્ટરની ટ્રોલી કેનાલમાં અંદર તરફ સરકી ગઈ હોય ગ્રામજનો દોડી ગયા હતા અને જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું. કેનાલ પર ગ્રામજનોના ટોળા વળ્યા હતા. કેનાલ નજીકથી પસાર થતી વેળાએ ટ્રેક્ટર ચાલકોએ તકેદારી રાખવી જરૂરી બની છે અન્યથા આ પ્રકારના ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text