મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ.

- text


માળિયા(મી.) : મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૧૯” ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ બાળપણથી જ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તેમજ મતદાન વિશેની વધુ સમજ કેળવે તેવા હેતુથી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં કુલ ૬ ટિમ બનાવવામાં આવી હતી જેમાં અનુક્રમે VVPAT, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, પોલિંગ બુથ, EPIC CARD અને NOTA જેવા ચૂંટણી પ્રક્રિયાને લગતા નામો રાખવામાં આવ્યા હતા. જેમાંથી ટીમ કંટ્રોલ યુનિટ વિજેતા થઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text