મોરબી : મહિલા ખેલાડીઓ રોકડ પુરસ્કાર માટે ૧૨ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે

- text


મોરબી : રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવી મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી નવાઝવામાં આવનાર છે.જે માટે તેઓએ અરજી કરવાની રહેશે. આ અરજી તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં પહોંચતી કરી દેવાનું જણાવાયુ છે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંક નં. ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના હેઠળ રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે.

- text

મોરબી જિલ્લાના મહિલા ખેલાડીઓએ આ યોજના માટેનું ફોર્મ ભરીને સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઋષભ નગર – ૨, બ્લોક નં. ૩૭ મોરબી-૨ ની કચેરી રૂબરૂ અથવા પોસ્ટથી તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં પહોચતુ કરવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુમાં વર્ષ – ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text