મોરબી : આયુષ્યમાન ભારત યોજના થકી શ્રમજીવી મહિલાને મળી સંજીવની

- text


આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મોરબીની આયુષ હોસ્પિટલમાં થયો સફળ ઈલાજ

મોરબી : કચ્છના નાના એવા જંગી ગામની શ્રમજીવી મહીલા માટે આયુષમાન ભારત પ્રધાનમંત્રી ગોલ્ડન કાર્ડ યોજના અંતર્ગત મોરબીની આયુષ હોસ્પિટલમાં પક્ષઘાતની બીમારીનો સફળ ઈલાજ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત સમાજના છેવાડાના વર્ગ સુધી નિઃશુલ્ક સારવાર ઉપ્લબ્ધ બનાવવામાં આવી છે.

કચ્છના છેવાડાના નાના એવા જંગી ગામના શ્રમજીવી મહિલા નાગલબેનને પક્ષઘાતનો હુમલો આવતા મોરબીની આયુષ હોસ્પિટલમાં ત્વરિત દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં આયુષમાન ભારત યોજના હેઠળ ગોલ્ડન કાર્ડના આધારે ત્વરીત નિશુલ્ક સારવાર ઉપલબ્ધ થતા બંધ થઈ ગયેલું હાથનું હલનચલન ઠીક ઠાક થઈ ગયું હતું.ત્વરિત મળેલી સારવારને કારણ હાથનુ હલન-ચલન ના કરી શકતા નાગલબેનને દર્દમાં રાહત મળી હતી.મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા શ્રમજીવી મહિલાનો હાથ કાર્યરત થતા હર્ષના આંસુ સાથે સરકાર અને તબીબી ટીમ તેમજ હોસ્પીટલના સ્ટાફનો ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિન પ્રતિદિન આરોગ્ય વિષયક સેવાઓ મોંઘીદાટ બની રહી છે અને પહોંચતા કારવતા પરિવારોને પણ બીમાર પડવું પોષાય તેમ નથી ત્યારે સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો લાભ ગરીબ,જરુરરત મંદ, શ્રમજીવી પરિવારો તેમજ છેવાડાના ગામો માટે આશિર્વાદરુપ સાબિત થઈ રહ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text