મોરબી : રિક્ષામાં વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે એક ઝડપાયો

- text


પોલીસે દારૂનો જથ્થો આપનાર શખ્સ સામે પણ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીના વિશિપરા નજીકથી એ ડિવિઝન પોલીસે રિક્ષામાં ૧૦ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે દારૂની સપ્લાય કરનાર અન્ય શખ્સ સામે પણ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વિશિપરા પાસેથી આવતી રીક્ષા નં. જીજે ૦૩ બીટી ૨૨૬૨માંથી પાંચ વિદેશી દારૂની બોટલ અને પાંચ ચપલા કિંમત રૂ. ૨૦૦૦ સાથે મુસ્તાક નજરમામદ સંઘવાણી રહે. વિશિપરા વાળાને પકડી પાડ્યો હતો. આ સાથે પોલીસે પ્રથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રજાક કાદર મિયાણા રહે. કુલીનગર -૨ વાળાએ આપ્યો હોવાનું ખુલ્યુ હતું.

પોલીસે દારૂના જથ્થા સાથે પકડાયેલ શખ્સ પાસેથી રૂ. ૨૭૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે દારૂના જથ્થાની સપ્લાય કરનાર શખ્સ સામે પણ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text