મોરબી : લગ્નમંડપમાં શૂટબુટમાં સજ્જ થઈ ચોરી કરનાર એક ટાબરીયો ઝડપાયો

- text


નાનીએ સૂટબુટ પહેરાવી ચોરી કરીને સ્ટેશને ભેગા થવાનું કહ્યું હોવાની ટાબરીયાની કબૂલાત : અન્ય લગ્નમાં ચોરી કરવા જતાં લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો

મોરબી : મોરબીમાં એક લગ્નપ્રસંગમાં ટાબરીયાઓએ શૂટબુટમા સજ્જ થઈને આવીને દુલ્હમ અને તેની સખીના પર્સની ચોરી કરી હતી. આ ચોરી કરનાર ટાબરીયો સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થયા બાદ તે બીજા પાર્ટીપ્લોટમાં ચોરી કરવા જતાં લોકોના હાથે ઝડપાઇ ગયો હતો. ટાબરીયા ચોરે નાનીએ શૂટ બુટ પહેરાવીને ચોરી કરવાનું કહ્યુ હોવાની કબૂલાત આપી હતી. લોકોએ આ ટાબરીયાને પોલીસના હવાલે કરી દીધો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ગઈકાલે પટેલ સમાજની વાડીમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં અંદાજીત ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની ઉંમરના બે ટાબરીયા શૂટ બુટમાં સજ્જ થઈને આવ્યા હતા. આ બન્ને ટાબરીયાઓએ લગ્નમંડપમાંથી દુલ્હન અને તેની અણવરના પર્સની ચોરી કરી હતી.

લગ્ન પ્રસંગમાં ચોરીના સીસીટીવી ફૂટેજ

- text

ચોરી થયેલા આ પર્સમાં રૂ. ૧૫ હજાર જેટલી રોકડ તેમજ બે તોલાની સોનાની કડલી હતી. મળતી માહિતી મુજબ બન્ને ટાબરીયા ગાડીમાં આવ્યા હતા. બન્ને ટાબરીયાઓએ પર્સની ઉઠાંતરી કરી અને બાદમાં લગ્ન મંડપની બહાર નીકળ્યા તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ સીસીટીવીમાં કેદ થઈ જનાર એક ટાબરીયો ઉમા પાર્ટી પ્લોટમાં યોજાયેલા અન્ય લગ્ન પ્રસંગમાં ચોરી કરવા ગયો હતો જ્યાં તે લોકોના હાથે ઝડપાઇ ગયો હતો. આ ટાબરીયાએ કબૂલાત આપી હતી કે તેના નાનીએ સૂટબુટ પહેરાવીને કોઈ લગ્નપ્રસંગોમાં ચોરી કરવાનું કહ્યું હતું. અને ચોરી કર્યા બાદ ટાબરીયાને કોઈ સ્ટેશને ભેગા થવાનું કહ્યું હતું અને પહેલીવાર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. બાદમાં લોકોએ આ ટાબરીયાને પોલીસને સોંપી દીધો હતો. આ બનાવની વધુ તપાસ એ ડિવિજનનો ડિસ્ટાફ ચલાવી રહ્યો છે. અને ટાબરીયા સાથે તેની ગેંગમાં કોણ કોણ છે અને કેટલા સમયથી આ રીતે ચોરી કરી રહ્યા છે તે વિગતો જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text