મોરબી : કોન્ટ્રાક્ટરની બાઈકની ડેકીમાંથી દોઢ લાખની ઉઠાંતરી

- text


પોલીસની નિષ્ક્રિયતાને કારણે રાત્રે તો ઠીક ધોળા દિવસે પણ તરખાટ મચાવતા તસ્કરો

મોરબી : મોરબી પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે રાત્રે તો ઠીક ધોળા દિવસે પણ ચોરી કરતા અચકાતા નથી. જેમાં નવડેલા રોડ પર ટ્રાફિકમાં ફસાયેલા સહકારી કોન્ટ્રાક્ટની બાઇકની ડેકીમાંથી તરકરો ધોળા દિવસે દોઢ લાખની રોકડ ઉઠાવી જવાનો બનાવ બન્યો હતો. અને આ ઘટના મુદ્દે પોલીસે ફરિયાદ લેવામાં પણ નિષ્ક્રિયતા દાખવી હતી.

મોરબીમાં તસ્કરરાજ હોય તેમ હમણાંથી નાની મોટો ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરો રાત્રીના સમયે તો તરખાટ મચાવે જ છે.પરંતુ પોલીસની નિષ્ક્રિયતા તસ્કરો ફાટીને ધુમાડે ગયા હોય તેમ ધોળા દિવસે પણ આસાનીથી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે.જેમાં લગ્નમંડપમાં બે ટાબરીયાઓ સૂટબુટમાં સજ્જ થઈને દુલહન સહિત બે યુબતીના કિંમતી પર્સની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. તેમજ દિનદહાડે ભરચક વિસ્તારમાં એક બાઇકમાંથી દોઢ લાખની રોકડ ઉઠાવીને પોલીસને રોક શકો તો રોક લો નો પડકાર ફેંક્યો છે.

આ બનાવની સૂત્રો પાસેથી મળતી વિગત ખાખરાળાનાં રહેવાસી અને સહકારી કોન્ટ્રાકટર રાજુભાઈ રતિલાલ ડાંગર ગત તા. ૧૬ ના રોજ બેંક ઓફ બરોડામાં આવ્યા હતા અને બેંકમાંથી ૧.૫૦ લાખની રકમ ઉપાડી રાજુભાઈ નવાડેલા રોડ પર આવેલ આર એન્ડ બીના સ્ટોરમાં પાર્ક કરેલ પોતાના બાઈકની ડેકીમાં રાખ્યા હતા બાદમાં બાઈક લઈને જુના બસ સ્ટેશન તરફ જતા હોય ત્યારે ટ્રાફિકજામમાં ફસાયા હતા જે દરમિયાન બે શખ્શોએ ડેકીમાં રાખેલ રકમ ચોરી કરી હતી અને પોતાના પૈસા ગુમ થયાનું માલૂમ થતા રાજુભાઈએ બેંક અને એ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં બે શખ્શો બેંકમાંથી જ તેનો પીછો કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. જ્યારે બનાવ બાદ ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરવા કાર્યવાહી પણ હાથ ધરી હતી પરંતુ પોલીસે રાબેતામુજબ ક્રાઈમ રેટ ચોપડેના વધે તે માટે ફરિયાદ લેવામાં પણ નિષ્ક્રિયતા દાખવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text