પતંગ દોરાની ઘુંચ શોધી લાવો અને ઈનામ મેળવો

- text


હળવદના નવા ઘનશ્યામગઢની કુમાર શાળા દ્વારા નિર્દોષ પક્ષીઓને બચાવવા અનોખી પહેલ : બાળકોએ ૧૪ કિલો દોરાની ગુંચ ભેગી કરી

હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ઘુંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે દોરાની ઘુંચ એકત્રીત કરવાની સ્પર્ધા યોજતા શાળાના બાળકો દ્વારા ૧૪ કિલો ગ્રામથી પણ વધુ દોરાની ઘુંચ એકત્રીત કરી લાવ્યા હતા અને સૌથી વધુ દોરા લાવનાર બાળકોને બોલપેન, ફુલસ્કેપ આપી પ્રોત્સાહીત કરાયા હતા. તો સાથે જ આગામી પ્રજાસત્તાક પર્વના આ બાળકોનું સન્માન કરવામાં આવનાર હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવ્યું હતું.

ઉત્તરાયણ પર્વ નજીક આવતા અને ઉત્તરાયણ બાદ અનેક લોકો માત્ર સોશિયલ મિડિયામાં દોરાઓની ઘુંચને ધાબાઓ, થાંભલાઓ તેમજ ગામમાં અન્ય જગ્યાઓ પરથી દુર કરવાના માત્ર મેસેજા ફરતા કરી સલાહો આપતા હોય છે પરંતુ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે આવેલ કુમાર શાળાના સ્ટાફ દ્વારા ખરેખર ગામમાં પતંગના દોરાઓની ગુંચથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આવા નિર્દોષ પક્ષીઓને બચાવવા શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગામમાંથી સૌથી વધુ દોરાની ગુંચ એકત્રીત કરવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓ જાડાયા હતા. તો સાથો સાથ ધોરણ વાઈઝ સૌથી વધુ દોરાની ગુંચ લાવે તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા બોલપેન અને ફુલસ્કેપ ઈનામ રૂપે આપવાનું નક્કી કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ કિલોથી વધુ દોરાની ઘુંચ એકઠી કરાઈ હતી. આ સ્પર્ધામાં સૌથી વધુ દોરાની ઘુંચ લાવનાર ગમારા દેવા કરશનભાઈ, દલસાણીયા ઓમ જયેશભાઈ, મુંધવા દશરથ કરમશીભાઈ, સુરાણી આયુષ સુરેશભાઈ, બાલાસણીયા ખોડા રમેશભાઈ, ગોલતર હિરેન જાલાભાઈ, મુંધવા મયુર ગોપાલભાઈ, થરેસા ઋત્વીક રતીલાલ સહિતના ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ધોરણ વાઈઝ ક્રમાંક નંબર મેળવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text