હળવદ ખરીદ વેંચાણ સંઘમાં ઉચાપત કરનાર માથકના શખ્સને ઝડપી લેવાયો

- text


આરોપીએ રૂ.પ૭ લાખનું ખાતર વેંચી રૂપિયા હજમ કરી નાખ્યા હતા

હળવદ : તાલુકાને હચમચાવી નાખતા હળવદ ખરીદ વેંચાણ સંઘમાં લાખો રૂપિયાનો કદળો કરનાર શખ્સને આખરે આજે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકા ખરીદ વેંચાણ સંઘનું માથક ડેપોના સંચાલક દ્વારા રૂ.પ૭ લાખનું ખાતર વેંચી રૂપિયા હજમ કરી જઈ મસમોટી ઉચાપત કરી હતી. ત્યારે આ અંગે શૈલેષભાઈ પટેલએ હળવદ પોલીસ મથકમાં આરોપી મહેન્દ્રસિંહ ભારતસિંહ ઝાલા (રહે.માથક)વાળા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેના પગલે પી.એસ.આઈ. પી.જી.પનારા, રમેશભાઈ ગોહિલ, વિક્રમભાઈ શિહોરા, વિજયભાઈ છાસીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આરોપી મહેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.ર૪-૮ના રોજ સંઘના સભ્ય દેવશીભાઈ ભરવાડને સાથે રાખી તાલુકાના ડેપો ચેક કરવા ગયા હતા તે સમય દરમિયાન માથક ગામના ખરીદ વેંચાણ સંઘનો ડેપો ચેક કરતા વહીવટદાર મહેન્દ્રસિંહ ઝાલા પાસે ખાતરનો સ્ટોક ઓછો જણાયો હતો અને રજીસ્ટર પણ હાજર ન મળતા રૂ.પ૭ લાખનો ગપલો થયો હોવાનું સામે આવ્યું હતું. જાકે આ બાબતે હળવદ ખરીદ વેંચાણ સંઘને ખાતરના રૂ.પ૭ લાખનું ચુકવણુ કરવામાં ન આવતા અને આ રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ શૈલેષભાઈ પટેલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text