મોરબી સ્વામીનારાયણ ગુરુકુલ દ્વારા વહી દાનની સરવાણી

- text


મકરસંક્રાતિ નિમિતે જરૂરિયાતમંદોને ધાબળા-ગરમ વસ્ત્રોનું કરાયું વિતરણ

મોરબી : મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની સહાય જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કરવામાં આવતી હોય છે.મકરસંક્રાતિના તહેવાર નિમિતે આ અંતર્ગત ગરીબ, ફૂટપાથવાસી તેમજ જરૂરિયાતમંદ લોકો માટે કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું.

મોરબી સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસજીના આર્શીવચનો સાથે જાણીતા શ્રેષ્ઠી વિનુભાઈ ભોરણિયાની યજમાની હેઠળ મોરબીમાં ફૂટપાથ પર રહેનાર ગરીબ તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને ૨૦૦ ઉપરાંત ધાબળા તેમજ ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં રાજ્ય સહિત મોરબી વિસ્તારમાં પડી રહેલી કડકડતી ઠંડીને કારણે ઠુંઠવાતી અવસ્થામાં ઝૂંપડું બાંધીને કે ફૂટપાથ પર ખુલ્લા આકાશ હેઠળ જીવન વ્યતિત કરતા ગરીબ ગુરબાઓની હાલત કફોડી બની હતી ત્યારે સેવાભાવી સંસ્થાઓના આવા સંનિષ્ઠ પ્રયાસોથી ગરીબોને ઠંડીથી રાહત મળતી હોય છે અને બીમાર પડવાની શક્યતાઓ પણ ઓછી થઈ જતી હોય છે. સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીજીએ યજમાનના આ પ્રયાસને ઉદાહરણીય ગણાવી આશીર્વાદ પાઠવ્યા હતા અને સહુનું કલ્યાણ થાય એવી મંગલ કામના કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text