સિંચાઈ કૌભાંડ કેસમાં ધારાસભ્ય સાબરીયાને મળ્યા વચગાળાના જામીન

- text


જિલ્લા કલેકટર સાથે અગત્યની બેઠક યોજવા ચાર દિવસના જામીન મંજુર

મોરબી : મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમા છેલ્લા ત્રણ માસથી જેલમાં રહેલા ધારાસભ્ય સાબરીયાને અંતે વચગાળાના ચાર દિવસના જામીન મળ્યા છે. સાબરીયાને કલેકટર સાથે અગત્યની બેઠક હોય તે કારણોસર જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મોરબીનું સિંચાઈ કૌભાંડ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજયું હતું. આ કૌભાંડના આરોપી ધારાસભ્ય પરસોતમ સાબરીયા છેલ્લા ૩ માસથી જેલમાં બંધ હતા. ત્યારે આજે ધારાસભ્ય પરસોતમ સાબરીયાને સેશન્સ કોર્ટે ચાર દિવસના જામીન આપ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ માસથી જેલહવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ જિલ્લા કલેકટર કચેરીમાં અગત્યની મીટિંગો હોવાનું કારણ આપીને જામીન માટે અરજી કરી હતી. આ અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખીને ધારાસભ્ય પરસોતમ સાબરીયાને વચગાળાના ચાર દિવસના જામીન આપ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text