હળવદ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : કારચાલકને ઇજા

- text


હળવદ : હળવદ નજીક ટ્રકે કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક માળિયા- અમદાવાદ હાઈવે પર જીજે ૧૨ એઝેડ ૩૭૯૭ નંબરના ટ્રકે જીજે ૦૧ કેએન ૩૦૫૪ નંબરની કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક નરેશભાઈ વધરોડીયાને ઇજાઓ પહોંચી હતી.

બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત કારચાલકના ભાઈ નિલેશભાઈ વાધરોડિયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text