વાંકાનેર જારીયા ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં દાટેલી ૧૪૦ બોટલ ઝડપાઇ

- text


તળાવમાં જે.સી.બીથી ખાડો કરીને દાટેલો ‘માલ’ શોધી કાઢતી આર.આર.સેલની ટિમ

વાંકાનેર: વાંકાનેરના જારીયા ગામ પાસે આવેલ યજ્ઞ પુરુષ ગામના દિશા સૂચક પાટિયા પાછળ આવેલ, તળાવ માટે ખોદવામાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં જે.સી.બી. વડે ઊંડો ખાડો ખોદીને ડાટવામાં આવેલ ૧૪૦ બોટલ વિદેશી દારૂ શોધી કાઢવામાં આવ્યો હતો.

આર.આર. સેલ રાજકોટ રેંજની ટીમના રામભાઈ મંઢ, રસિકભાઈ પટેલ, સુરેશભાઈ હૂંબલ તથા કૌશિકભાઈ મણવરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા જમીન તાજી જ ખોદાઈને ફરીથી માટી સમથળ કરી હોવાનું જણાતા એ સ્થળે ખોદકામ કરાવતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૪૦ બોટલ કિંમત રૂ.૪૨૦૦૦/ મળી આવી હતી. મુદ્દામાલ કબજે કરી આરોપી ગિરિરાજસિંહ અગરસિંહ વાળા. રહે.ગારીયા, તા. વાંકાનેર વાળની શોધખોળ આદરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text