વાંકાનેરમા બે કાર વચ્ચે ટક્કર : મહિલાને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરમા બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવીમા રહેતા નીતિનભાઈ દવેએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પર નર્સરી નજીક જીજે ૧૨ બીએફ ૯૧૬૯ નંબરની અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે ૦૩ એચકે ૭૩૭૭ નંબરની સ્વીફ્ટ કારે તેને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં તેમના પત્ની મૈત્રીબેનને ઇજાઓ પહોંચી હતી.

- text

બનાવ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત સર્જનાર સ્વીફ્ટ કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text