મોરબીમાં શૂટબુટમા સજ્જ ટાબરીયા ગેંગનો લગ્નમંડપમાંથી હાથફેરો : બે પર્સની ચોરી

- text


 

દુલ્હન અને તેની અણવરના પર્સની ઉઠાંતરી કરી બે ટાબરીયા ફરાર :પર્સમાં રૂ. ૧૫ હજારની રોકડ અને બે તોલુ સોનુ હતું : સમગ્ર ઘટના કેમેરામા કેદ

મોરબી : મોરબીમાં એક લગ્નપ્રસંગમાં બે ટાબરીયાઓએ શૂટબુટમા સજ્જ થઈને આવીને ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બન્ને ટાબરીયાઓએ દુલ્હન અને તેની અણવરના પર્સની ચોરી કરી હતી. આ પર્સમાં રૂ. ૧૫ હજારની રોકડ તેમજ બે તોલા સોનુ હતું. આ બન્ને ટાબરીયાઓએ કરેલી કળા કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં આજે પટેલ સમાજની વાડીમા પ્રવીણભાઈ ભાણજીભાઇ પાડલિયાની દીકરીના લગ્ન હતા. ત્યારે આ લગ્નમાં અંદાજીત ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની ઉંમરના બે ટાબરીયા શૂટ બુટમાં સજ્જ થઈને આવ્યા હતા. આ બન્ને ટાબરીયાઓએ લગ્નમંડપમાંથી દુલ્હન અને તેની અણવરના પર્સની ચોરી કરી હતી.

- text

ચોરી થયેલા આ પર્સમાં રૂ. ૧૫ હજાર જેટલી રોકડ તેમજ બે તોલાની સોનાની કડલી હતી. મળતી માહિતી મુજબ બન્ને ટાબરીયા ગાડીમાં આવ્યા હતા. બન્ને ટાબરીયાઓએ પર્સની ઉઠાંતરી કરી અને બાદમાં લગ્ન મંડપની બહાર નીકળ્યા તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. પરંતુ બનાવ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text