આશ્ચર્ય ! ઉભરાતી ગટરો વચ્ચે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીને ટુ સ્ટાર રેટિંગ

- text


સૌરાષ્ટ્રની મોટામાં મોટી મોરબી નગર પાલિકામાં સફાઈ સહિતની પાયાની સુવિધાઓ ગાયબ !

મોરબી : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી પાલિકાને ટુ સ્ટાર રેટિંગ મળતા આશ્ચર્ય સર્જાયું છે, શહેરભરમાં ધૂળિયા રસ્તા, છલકાતી ભૂગર્ભ ગટરો અને કચરાના ગંજ ખડકાયેલા હોવા છતાં પણ માઇનસ રેટિંગને બદલે ટુ સ્ટાર રેટિંગ આપવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણ સામે પણ સવાલ ખડા થયા છે.

મોરબીમાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં સર્વેક્ષણ ટીમ દ્વારા સ્વચ્છતાના સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.અને સર્વે બાદ સ્વચ્છ ભારત મિશનનાં શહેરી રાજય વિભાગ દ્વારા મોરબી પાલિકાને 2 સ્ટાર રેટીંગ આપવામાં આવ્યું છે. જોકે વાસ્તવિકતા એ છે કે મોરબીમાં બજાર અને મુખ્ય માર્ગો પર વિસ્તારમાં ઉભરાતી ગટરો, કચરા નિકાલમાં ભારે બદરકારી દાખવામાં આવીરહી છે.

- text

કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ કાર્યક્રમ માટે મોરબી પાલિકાની ટૂ સ્ટાર રેટિંગ માટે દરખાસ્ત કરવામા આવી હતી. બાદમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે મોરબીમાં રાજ્યની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાય હતી..સ્વચ્છ ભારત અભિયાન ગુજરાત વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ટીમે મોરબી શહેરમાં સ્વચ્છતા અંગે કરેલા મૂલ્યાંકનના આધારે કચરા મુક્ત શહેર તરીકે મોરબી નગર પાલિકાને 2 સ્ટાર રેટિંગ આપ્યુ છે.આ માટે શહેરનાં ડોર ટૂ ડોર કચરા કલેક્શન,જાહેર માર્ગ અને બજારની સફાઈ,જાહેર શૌચાલયની સ્થિતિ કચરા નિકાલ સહિતના પેરામીટરની બાબતોને ધ્યાને લેવામાં આવી હતી. જોકે વાસ્તવિકતા ખરેખર કઈ ક જુદી છે. શહેરના મુખ્ય માર્ગ હોય કે બજાર શેરી મહોલ્લા હોય કે ઓફીસ ઠેરઠેર ઉભરાતી ગટરની સમસ્યા ઠેર નાં ઠેર જોવા મળી રહી છે.ત્યારે પાલિકાને સફાઈ બાબતે રાજય સરકાર દ્વારા મોરબી પાલિકાને ટૂ સ્ટાર આપવામાં આવ્યો . અને તેના આધારે મોરબી પાલિકા ખરેખર ટૂ સ્ટાર રેટિંગ લાયક છે કે કેમ, પાલિકાએ સુવિધા મુદે ગત વર્ષે અપાયેલ સૂચનમાં કેટલી અમલવારી કરી કચરા કલેક્શન અને તેના નાશ કરવાની પ્રોસેસિંગમાં કેટલો સુધારો થયો તે ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી નગરપાલિકા સૌથી મોટી પાલિકા છે અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના કારણે શહેરનો વિકાસ પણ જેટ ગતિએ છે પરંતુ ખાટલે મોટી ખોટ રૂપે પાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુંક ન થતા હાલ મોરબીનો ઉર્ધ્વગતિએ વિકાસ થઈ રહ્યો છે અને પ્રજાજનોને પીડા ભોગવવી પડે છે.

 

- text