મોરબી લાતીપ્લોટમાં ભર શિયાળે ચોમાસુ !

- text


લાતીપ્લોટ શેરી નંબર ૬ અને ૭માં ભૂગર્ભના પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ

મોરબી : મોરબી નગર પાલિકાનું ચાલે તો આખા મોરબીને પાણી – પાણી કરી દે… આજે આવો જ માહોલ લાતીપ્લોટમાં જોવા મળ્યો છે, લાતીપ્લોટ શેરી નંબર ૬ અને ૭ માં ભૂગર્ભના પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.

મોરબી શહેરમાં પાલિકા અને ભૂગર્ભ ગટર વચ્ચે છત્રીસનો આંકડો હોય તેમ કલેકટર બંગલો, નગર દરવાજા ચોક, માધાપર, છત્રાલય રોડ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં રોજે – રોજ ગંદકી છલકાઈને બહાર આવી રહી છે ત્યારે આજે તો લાતીપ્લોટ શેરી – ૬ અને ૭ માં ભૂગર્ભ ગટરને કારણે ચોતરફ પાણી – પાણી સાથે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જો કે મોરબીમાં ભૂગર્ભ ગટરની ગંદકીને લઈ પાલિકા અને પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે અને બન્ને બળિયાની લડાઈમાં ઝાડની ખો નીકળે તે કહેવત મુજબ પ્રજાજનોની હાલત કફોડી બની છે.

- text

- text