ટંકારામા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારા મેડીકલ ટીમ દ્વારા સમાજ સુરક્ષા માટે સજજ પોલીસ જવાનો અને તેમનો પરીવાર શારીરિક રીતે સ્વસ્થ રહે એવા હેતુથી મેડીકલ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં બિપી, સુગર , વજન , લેબોરેટરી ટેસ્ટ સહીતની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા થાણા અધિકારી રૂતુરાજ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રવિણભાઈ મેવાએ જહેમત ઉઠાવી હતી. મેડીકલ ચેકઅપમાં ડો. રાધીકાબેન વડાવિયા. ડો. સુરજ અધેરા,મેડીકલ ટિમના રીટાબેન કોટડીયા, પિન્ટુબેન જામરીયા અને હિતેશભાઈ પટેલે સેવા આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text