મોરબી ઉચાપત કેસમાં હળવદ ખરીદ વેચાણ સંઘના મેનેજરને જામીન

- text


ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી

મોરબી: હળવદ ઉચાપત કેસમાં ખરીદ વેચાણ સંઘના મેનેજર નીરજ દામજીભાઇ લોરિયાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આગોતરા જામીન મળી ગયા હતા.

તારીખ 29/12/2018ના રોજ સંસ્થાના પ્રમુખ શૈલેષ કરમશીભાઇ રૂપાલાએ ફરિયાદ કરી હતી કે આ ઉચાપતના આરોપીઓ મહેન્દ્રસિંહ ઝાલા, વિશાનરેન્દ્રભાઈ અને નીરજ લોરિયા દ્વારા સંઘના રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં મહેન્દ્રસિંહ માથક ડેપોનો વહીવટદાર હોઈ અને વેચાણ માટેના રાસાયણિક ખાતરના સ્ટોકનું વેચાણ કરી કુલ 56 લાખ 845 રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા અને હિસાબ રજીસ્ટર નહોતો કર્યો. ઉપરાંત નીરજ લોરિયા કે જે સંઘના મેનેજર છે તેઓએ પણ સંઘ માં જમા કરાવવાં માટે આવેલા રૂપિયા 17 પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હતા તેવી ફરિયાદ કરાવમાં આવી હતી. આ ફરિયાદ વિરુદ્ધ નીરજ લોરિયા દ્વારા પોતાના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા દ્વારા આગોતરા જામીનની અરજી કરી હતી.

- text

આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરાઈ હતી કે આરોપીએ કોઈ ઉચાપત કરી નથી કે સંઘના નાણાં અંગત ઉપયોગ માટે વાપર્યા નથી. આરોપીએ નાણાં સંઘના પ્રમુખને આપી દીધા છે. ઉપરાંત આ ઉચાપત કેસની તપાસમાં પુરેપુરો સહકાર આપવાની તૈયારી અને આરોપી ક્યાંય નાસી નહીં જાય તેવી ખાતરી બતાવવામાં આવી હતી. કોર્ટે બચાવપક્ષની તમામ દલીલોને માન્ય રાખીને આરોપી નીરજ લોરિયાને 50000ના શરતી જામીન પર આગોતરા છોડી દેવા હુકમ કર્યો હતો. આરોપી તરફે મોરબી જિલ્લાના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અઘેચાણીયા ઉપરાંત ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા, પૂનમબેન અગેચાણીયા, જીતેન્દ્ર સોલંકી, સુનિલ માલકિયા, નર્મદાબેન ગડેસિયા, હિતેશ પરમાર તથા નિધિબેન વાઘડિયા રોકાયા હતા

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text