મોરબીમાં આર્ટ ઓફ લિવિગના કાર્તિક શાહનો 18-19મીએ વર્કશોપ

- text


જીવનનો રોડ મેપ યોગ્ય રીતે કંડારી શકાય તે માટે જુદાજુદા પાસાઓને આવરીને સચોટ માર્ગદર્શન આપશે

મોરબી: માનવજીવન રહસ્યમય છે.અને જીવનમાં અવનવા વણાકોથી માણસ થાપ ખાઈ જાય છે.ત્યારે જીવનના રોડના વિકાસની યોગ્ય રીતે કેડી કંડારી શકાય તે માટે આર્ટ ઓફ લિવિગમાં પ્રશિક્ષક કાર્તિક શાહનાતા.18 અને 19ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તેઓ જીવનના તમામ પાસઓનું મૂલ્યાંકન કરીને આંતરિક શક્તિઓનું રહસ્ય જાણીને કેવી રીતે સ્વસ્થ જીવન જીવી શકાય તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપશે.

મોરબીના લાલપર ગામ નજીક 8એ નેશનલ હાઇવે પર ગ્રાન્ડ વર્ધમાન હોટલ ખાતે તા18 અને 19 જાન્યુઆરીએ સાંજે 6-15 થી 10 વાગ્યા સુધી આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનના આંતર રાષ્ટીય પ્રશિક્ષક કાર્તિક શાહનો રોડ મેપ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ મેપ શુ છે? તે અંગે જાણીએ તો માણસ પાસે અનેક છુપી શક્તિઓનો ખજાનો પડેલો છે.તેની જાણ લોકોને હોતી નથી.ત્યારે આ વર્કશોપમાં માણસની શક્તિઓ , મર્યાદાઓ, આંતરિક કુશળતા તીવ્ર ઈચ્છાઓ અને છુપા ઉર્જાના ખજાના વિશે આગામી 90 દિવસમાં બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ જશે.જ્યારે સેલ્ફ મેનજમેન્ટ કોઈપણ વિકાસ માટે પાયાની જરૂરિયાત છે.ત્યારે આ વર્કશોપમા મન, સમય શક્તિ અને પૈસાનું કેવી રીતે સફળ મૅનેજમેન્ટ કરવું તે અંગેનું સચોટ માર્ગદર્શન અપાશે એની અભિગમ કેવી રીતે ધડાય તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપશે .તેથી લોકોને આ મહત્વના વર્કશોપનું લાભ લેવાની અપીલ કરાઈ છે.અને રજિસ્ટ્રેશન માટે 84694 77844, તથા 95588 09657 અને 94081 84096 પર કોન્ટેક કરવો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text