હળવદ :ઇશ્વરનગર ગૌશાળાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


હળવદ, ચરાડવા, માંડલ અને મોરબી ખાતેથી ફોર્મ મેળવી શકાશે : ૨૮મી સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરવાનું રહેશે

હળવદ : હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે ઇશ્વરનગર ગૌશાળાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમા ભાગ લેવા માટે આગામી તા. ૨૮મી સુધી ફોર્મ ભરી શકાશે. ટુર્નામેન્ટમાં વિજેતા તેમજ રનર્સ અપ ટીમને આકર્ષક ઇનામોથી નવાઝવામાં આવશે.

ટુર્નામેન્ટમા ભાગ લેવા માટે એન્ટ્રી ફી રૂ. ૫૫૦૦ નક્કી કરવામાં આવી છે. ઇશ્વરનગરમા શિવ એગ્રો, હળવદમાં બાલાજી ઝેરોક્ષ, ધરતી એગ્રો, આવળ સાઉન્ડ, ચરડવામાં અવધ પાન, મહેન્દ્રનગર ચોકડીએ મઢુલી પાન, માંડલમાં સીટી મોબાઈલ તેમજ મોરબીમાં રવાપડ રોડ પર નીલકંઠ વિદ્યાલય સામે પટેલ પાન ખાતેથી એન્ટ્રી ફોર્મ મેળવી અને જમા કરી શકાશે.

ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજક કમિટીના શૈલેષભાઇ પટેલ (મો.નં. ૯૫૩૭૩ ૧૦૫૧૦) અશ્વિનભાઈ સરપંચ, દિનેશભાઇ પટેલ, હર્ષદભાઈ મારાજ અને અરવિંદભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

cricket clipart Elegant Cricket Clipart

- text