વાંકાનેર નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી ટુ સ્ટાર રેટિંગ મળ્યું

- text


વાંકાનેર : છેલ્લા થોડા સમયથી વાંકાનેર નગરપાલિકા દ્વારા ટુ સ્ટાર રેટિંગ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ જેમાં નગરપાલિકાને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટુ સ્ટાર રેટિંગ મળ્યું છે. ટુ સ્ટાર રેટિંગ મેળવવા માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર, રોડ રસ્તાની સફાઇ, ડોર ટુ ડોર કલેકશન, ડમ્પીંગ સાઇટ, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી તેમજ સ્વચ્છતા એપની ફરિયાદોનો નિકાલ વગેરે બાબત ની ચકાસણી બાદ આ રેટિંગ ફાળવવામાં આવેલ છે.

વાંકાનેર નગરપાલિકાને ટુ સ્ટાર રેટિંગ મળતા આગામી સમયમાં નગરપાલિકા થ્રી સ્ટાર રેટિંગ માટે એપ્લાય કરશે. વાંકાનેર નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં હાલ સફાઇ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવેલ છે તેમજ જાહેર શૌચાલયોની સાફ સફાઈ પર પુરતું ધ્યાન આપવામાં આવશે તેમજ ડોર ટુ ડોર કલેકશન માટે હજુ વધુ એરીયા કવર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં ભૂગર્ભગટરના કનેક્શન અપાયેલ છે ત્યાં ઝડપથી સિમેન્ટ રોડ બનાવી આપવામાં આવશે

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ દીવાલો પર સુંદર ચિત્રો દોરી મનમોહક દ્રશ્યો ઉભું કરવાનો સુંદર પ્રયાસ આદરેલ છે. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ વાંકાનેર બનાવવા માટે પૂરતા પ્રયાસો હાલ આદરેલ છે.

- text

નગરપાલિકાને ટુ સ્ટાર રેટિંગ મળતા વાંકાનેરના નગરજનોની સફાઇ, સ્ટ્રીટલાઇટ તેમજ પાણી જેવી પ્રાથમિક બાબતોમાં વધુ ધ્યાન આપવામાં આવશે ઉપરાંત નગરજનોની સગવડતા માટે સ્વચ્છતા એપ ઇન્સ્ટોલ કરી કોઈપણ પ્રકારની સફાઈની ફરિયાદ હોય તો આ એપ્લિકેશન પર ફરિયાદ કરવાથી તાત્કાલિક એ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે

વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે સ્વચ્છ વાંકાનેર માટે નગરપાલિકા સ્ટાફની સાથોસાથ લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે જરૂરી છે લોકોએ ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખી વેસ્ટ કલેક્શન વાન આવે ત્યારે તેને આપવો જોઈએ હજુ ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં લોકો કચરો જ્યાં ત્યાં ફેંકે છે જે કચરો નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબિનમાં નાખવો જોઇએ ઉપરાંત તેમણે વાંકાનેરના વેપારીઓને અનુરોધ કરેલ છે કે ૫૦ માઇક્રોનથી ઉપરના જ પ્લાસ્ટિકનો જરૂર પડ્યે ઉપયોગ કરવો અને આપની દુકાન ઓફિસની આસપાસ ગંદકી કરવી નહીં આગામી સમયમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે અને પાલિકાના નિયમોનો ભંગ કર્યો તો દંડ કરવામાં આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text