વાંકાનેર : બાઇક સાઈડમા લેવાનું કહેતા મહિલા પર લાકડીથી હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામે બાઇલ સાઈડમાં લેવાનું કહેતા એક શખ્સે મહિલાને લાકડીથી ધોકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મહિલાની ફરિયાદના આધારે પોલીસે શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા ઝરીનાબેન યુનુસભાઈ વડાલિયા તેમની વાડીએ જતા હોય, રસ્તામાં આડુ પડેલું બાઇક સાઈડમા લેવાનું કહેતા બાઈકચાલક રમેશ અરજણ ભવાણીયાએ ઉશ્કેરાઈ જઇને તેઓને લાકડીના ઘા ફટકાર્યા હતા.

- text

આ મામલે મહિલાએ વાંકાનેર સિટીમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text