ભૂગર્ભ ગટર પ્રશ્ને મોરબી પાલિકામાં બબ્બે મોરચા

માધાપર અને નગર દરવાજા ચોકમાં ગંદકી મામલે લોકોએ પ્રમુખને ઘેર્યા

મોરબી : નગરપાલિકાના પાપે ગોબરી નગરીમાં ફેરવાયેલ મોરબીના નગર દરવાજા ચોક અને માધાપરમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના પાણી છલકાતા હોય ગંદકીથી ત્રસ્ત થયેલા બન્ને વિસ્તારના લોકોએ આજે પાલિકામાં મોરચો માંડી પ્રમુખને ઘેરી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબીના નગર દરવાજા ચોકમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ગટરના ગંદા પાણી છલકવાનું રોજીંદુ બનતા આજે રોષે ભરાયેલા વેપારીઓએ વધુ એક વખત પાલિકામાં મોરચો માંડી તાત્કાલિક પ્રશ્નનો નિકાલ કરવા માંગ ઉઠાવી હતી.

બરાબર આજ સમયે માધાપર વિસ્તારના લોકો પણ પાલિકામાં રજુઆત માટે દોડી આવ્યા હતા ને છેલ્લા પંદર દિવસથી છલકાતી ગટરોને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોય તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની માંગ ઉઠાવી પાલિકા પ્રમુખને પોતાની સાથે જ ગંદા વિસ્તારમાં લઈ ગયા હતા અને ગંદા પાણીમાં ચલાવી લોકોને પડતી મુશ્કેલીથી અવગત કરાવ્યા હતા.

ભૂગર્ભ ગટરના પ્રશ્ને પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે હાલમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પંપ બંધ હોવાથી મુશ્કેલી સર્જાઈ છે, ઉપરાંત લોકો ગટરમાં કચરો નાખતા હોવાથી પણ ગટર છલકાવાની સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en