મોરબીમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન

- text


ગૌશાળાના લાભાર્થે મહા માસની નવરાત્રી પર કથાનું આયોજન

મોરબી: મોરબીમાં ગૌશાળાના લાભાર્થે મહાની નવરાત્રિને અનુલક્ષીને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાનું આયોજન જુના સાદુળકાના શક્તિ આશ્રમ, સરપંચ રાજુભા ચતુભા ઝાલા, ઉપસરપંચ બળદેવસિંહ રઘુભા ઝાલા અને ખજાનચી નરભેરામભાઇ પરસોતમભાઇ બારેજીયાએ કર્યું છે. આ કથા તારીખ 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી સવારે 9 થી 12 અને સાંજે 2:30 થી 5 વાગ્યા સુધી શ ક્તિ આશ્રમના મહંત કનુભા રઘુભા ઝાલા દ્વારા કરવામાં આવશે.

- text

આ કથામાં પોથી યાત્રા, માહાત્મ્ય, શિવ પ્રાગટ્ય, શિવ વિવાહ, ગણેશ પ્રાગટ્ય અને બાર જ્યોતિર્લિંગ જેવા પ્રસંગો, દરરોજ બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7:00 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ધૂન ભજનનો કાર્યક્રમ થશે. ઉપરાંત તારીખ 13ને બુધવારના રોજ સવારે થાંભલી રોપણ અને નવચંડી યજ્ઞની શરૂઆત તથા થાંભલી ઉત્થાપન તારીખ 14ને ગુરુવારે કરવામાં આવશે. આ કથા તારીખ 13ના રોજ સવારે 10:30 કલાકે સમાપ્ત થશે.તો આ કથાનો સમગ્ર પરિવાર સાથે લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text