મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


સરકારી શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી અને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની ઉજવણી કરાઈ

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપે વ્યકિતગત જન્મદિનના પ્રસંગોની અન્ય જરૂરિયાતમંદો સાથે ઉજવણી કરવાનો નવો જ ચીલો ચાતર્યો છે.જેમાં બીજાને આપવાના આનંદ હેઠળ ગુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઇના જન્મદિનની ઉજવણી કરી હતી અને સરકારી શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવીને તથા શૈક્ષણીક કીટ આપી જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ સદભાવની સાથે સાતકર્મો કરવા માટે સમગ્ર શહેરનું રોલ મોડલ બની ગયું છે. જ્યારે યંગ ઇન્ડીયા ગ્રુપ કોઈ પણ સારા પસર્ગોની અન્યોને આનંદ આપી ઉજવણી થાય તે માટે છેલ્લા ઘણા સમયથી આપવાના આનંદનો કાર્યક્રમ અમલમાં મૂકીને આ અંગે સમાજમાં ભારે જનજાગૃતિ ચલાવવામાં આવે છે.અને ગ્રુપના દરેક સભ્યોના સારા પ્રસંગોની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવે છ. તે દરમ્યાન આજે આ ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઇનો જન્મદિવસ હતો.તેથી યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ આપવાના આનંદ હેઠળ આ જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને સરકારી શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી શેક્ષણિક કિટનું વિતરણ કરીને આ નિર્દોષ ભૂલકાઓએ આનંદની અનુભૂતિ કરાવવામાં આવી હતી.

- text

- text