નવજાત બાળકોને હેમખેમ ઘરે પહોંચાડવા ટંકારામાં ખિલખિલાટ વાહનની ફાળવણી

- text


એક કોલ કરો અને માતા તથા નવજાત બાળકને ઘેર સુધી મૂકી જતી સેવા શરૂ

ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુ અને તેની માતાને વિના મૂલ્યે ધરે પહોંચી શકે તેમજ સગર્ભા તેના સારા દીવસોમા અન્યો પર આધાર રાખ્યા વગર હોસ્પિટલમાં ચેકઅપ કરાવી શકે માટે ખિલખિલાટ વેનની ફાળવણી કરવામાં આવી છે.

ટંકારા ના ટિ.એચ.ઓ. આશિષ સરસાબડીયાએ આ વેનની શરૂઆત કરાવવા માટે રીબીન કાપી હતી જ્યારે ડો.ચિખલીયાએ તમામ તાલુકાના લોકોને આનાથી માહીતગાર બની લાભ લેવા અનુરોધ કર્યો હતો. યોજનાના ઈન્ચાર્જ રમેશભાઈ સોઢાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેવાનો લાભ લેવા તમારે ૧૦૮ને ફોન કરવાનો રહશે, જેમા ખિલખિલાટ જોઈએ છે એવુ કહેવાનું થશે. ત્યાર બાદ તરત જ વેન તમારા ધર આંગણે આવી ઉભી રહશે. આ સેવા સરકારી હોસ્પિટલમાં આવવા જવા માટે જ ઉપયોગ કરી શકાશે.

સગર્ભા મહીલા અને પ્રસૂતા તેમજ નવજાતને હોસ્પિટલથી ધરે જવા માટે સરકારની ખિલખિલાટ ગાડી ટંકારાને મળતા આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પહેલા આ સેવા માટે વાંકાનેર કે મોરબીનો સહારો લેવો પડતો હતો હવે ટંકારામાં જ એક ફોન સાથે વાન હાજર થશે

- text

- text