વાંકાનેર તપગચ્છ જૈન સંઘમાં ભવ્ય સિધ્ધચક્ર મહાપૂજન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેરના વતની હાલ મુંબઈ રહેતા બેચરદાસ ડુંગરશી દોશી પરિવારે વાંકાનેર તપગચ્છ જૈન સંઘમાં ભવ્ય સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવાનો લાભ લીધો

સિદ્ધચક્ર મહાયંત્રનું પૂજન મનની શાંતિ, એકાગ્રતા, સંસારથી મુક્તિ અને સિદ્ધિપદ આપે છે. સાંસારિક યશ અને કીર્તિ તથા ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. જૈન શાસનમાં સિદ્ધચક્ર પૂજનમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના નવપદ સાથે લબ્ધી, વિદ્યાદેવી, નવગ્રહ, દસ દિક્પાલ અને નવનિધિનું પુજન થાય છે. સિધ્ધચક્ર મહાપૂજન કરીને શ્રીપાલરાજા તથા રાણીચયણાસુંદરી અમરત્વ પામ્યા છે.

પહેલા અરિહંત પદ પૂજનથી શરૂ કરી ૨૧ જુદા-જુદા પુજન, પાંચ અભિષેક, અષ્ટકારી પૂજા, ૧૦૮ દિવાની આરતી, મંગળ દિવો અને શાંતિકળશ સાથે પાંચ કલાક ચાલેલા આ મહા પૂજનનો લાભ ૭૦૦ જેટલાં જૈનોએ લીધો હતો.

મુંબઈથી આવેલા સુરેશભાઇ, દિનેશભાઈ, નવીનભાઈ તેમજ પંકજભાઈ દોશી તેમના કુટુંબીજનો મોરબી જૈન સંઘના પ્રમુખ નવિનભાઇ વાંકાનેર પ્રમુખ પ્રવિણભાઈ દોશી, રાજુભાઈ મહેતા, મુકુંદભાઈ દોશી, લલિતભાઈ મહેતા તથા જૈન યુવક મંડળે મહાપૂજનમાં ભાગ લીધેલ તેમજ દર વર્ષે જૈન પંચાંગ બહાર પાડી જૈનતીર્થો, જૈનસિદ્ધાંતો તથા જૈન આચાર વિશે વિસ્તૃત માહિતી મેળવેલ.

- text

આ મહાપૂજન પ્રસંગે જીવદયાની પહેલને આવકારી પચાસ હજાર જેટલું ભંડોળ વાંકાનેર પાંજરાપોળને અર્પણ કરેલ હતું

- text