મોરબીમાં જી.ઇ.બી.ના અધિકારીઓએ 80 ફૂટ ઉપર ફસાયેલા પક્ષીને બચાવ્યું

- text


અધિકારીઓએ જીવના જોખમે પીપીરના ઝાડ પર ચડી પક્ષીને બચાવી લેતા જીવદયાપ્રેમીઓએ રાહતનો દમ લીધો

મોરબી: મોરબીમાં ગઈકાલે એક પક્ષી 80 ફૂટની ઉંચાઈએ ફસાઈ જતા તેના જીવ પર જોખમ ઉભું થયું હતું.ત્યારે આ બનાવની વિજતંત્રના અધિકારીઓએ દોડી જઈને જીવના જોખમે પીપરના ઝાડ પર ચડીને પક્ષીને બચાવી લેતા જીવદયાપ્રેમીઓએ રાહતનો દમ લીધો હતો.

મોરબીમાં ગઈકાલે 80 ફૂટની ઉંચાઈએ એક પક્ષી ફસાઈ ગયુ હતુ.આથી આ પક્ષીને બચાવવા માટે પક્ષીપ્રેમી સંસ્થા યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપના સેવભવી કાર્યકરોએ પ્રયાસ કર્યો હતો.પરંતુ 80 ફૂટની ઉંચાઈએ પક્ષી ફસાયેલું હોય ત્યાં સુધી પહોંચી ન શકતા આ સંસ્થાના પ્રયાસ નિષ્ફળ ગયો હતો.આથી તેમણે મોરબી આર. એફ.ઓ.જાડેજા સાહેબને આ બાબતની જાણ કરી હતી.જેના પગલે વિજતંત્રના અધિકારીઓની ટિમ તાત્કાલિક ગાડી લઈને દોડી ગયા હતા અને પળનો વિલંબ કર્યા વગર અધિકારીઓની ટીમે પોતાના જીવના જોખમે પીપરના વૃક્ષ પર ચડી સફળતાપૂર્વક પક્ષીને બચાવી લીધું હતું.જોકે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પર ઘણી વખત ફરજમાં બેદરકારી કે ગેરરીતિના આક્ષેપો થતા હોય છે.ત્યારે વીજ તંત્રના અધિકારીઓએ દાખવેલી ફરજનિષ્ઠા બદલ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપે તેમને અભિનેદન પાઠવ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text