ટંકારાના ટોળ ગામે કચરો નાખવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલી માથાકૂટમાં સામી ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના ટોળ ગામે કચરો નાખવા મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલી માથાકૂટમા બીજા પરિવારે સામી ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે કચરો નાખવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે એક પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા પરિવારે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફેમિદાબેન બાદીએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે મુસ્તાક હાજી, અબ્દુલ અલી અને સમસુદીન આહમદે કચરો અહીં ન નાખવો તેમ કહીને ઢીકા પાટુનો માર માર્યો હતો.

- text

બન્ને પરિવારોની ફરિયાદના આધારે પોલીસે બન્ને પરિવારના ત્રણ- ત્રણ સભ્યો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text