હળવદના રાતકડી ખાતે આંગણવાડી વર્કરોની તાલીમ શિબિર યોજાઈ

- text


શહેરના રાતકડી હનુમાનજી મંદિર ખાતે આંગણવાડી વર્કર બહેનોની તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં આઈસીડીએસ ઘટક હળવદ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને મોડયુલ પાંચની તાલીમ અપાઈ હતી. આ તકે તાલુકાની ૧રપ આંગણવાડી બહેનો સહિત સુપરવાઈઝરો ખાસ હાજર રહ્યા હતા.
હળવદ શહેરના રાતકડી હનુમાનજી મંદિર ખાતે આજરોજ આંગણવાડી વર્કરોની તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આઈસીડીએસ દ્વારા મોડયુલ તાલીમનો ખાસ હેતુ બાળ મરણ અને માતા મરણનું પ્રમાણ ઘટાડવા તેમજ બાળકોમાં રહેલ કુપોષણ ઘટાડવા અન પૂર્ણ પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે આ તાલીમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં મમતાબેન રાવલ (સીડીપીઓ-હળવદ) અને નેહલબેન જામંગ (સુપરવાઈઝર) દ્વારા તાલીમ શિબિરમાં આંગણવાડી બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બાળ મરણ અને બાળકોમાં રહેલ કુપોષણ બાબતે કઈ રીતે જાગૃત થવું તે અંગે જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ તકે મમતાબેન રાવલ (સીડીપીઓ, હળવદ) અને નેહલબેન જામંગ (સુપરવાઈઝર) એ.એમ.સંઘાણી સહિત સ્ટાફગણ ઉપસ્થત રહ્યા હતા. તો સાથો સાથ આ તાલીમ શિબિરના કાર્યક્રમ બાદ આંગણવાડી બહેનોએ ભોજન સાથે લીધું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text