વાંકાનેરના રાજાવડલા ગામે યુવક પર પિતા-પુત્રનો પાઇપ અને લાકડી વડે હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામે યુવક પર પિતા અને પુત્રએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાકાનેર શહેર પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા રમેશભાઈ અરજણભાઈ ભવણીયા ઉ.વ. ૪૦એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બાજીગર નામનો શખ્સ તેમજ તેમનો દીકરાએ કોથમરીનું વાવેતર જોવા વાડીએ લઈ ગયા બાદ લાકડી અને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

- text

બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે યુવકની ફરિયાદના આધારે હુમલો કરનાર પિતા-પુત્ર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text