વાંકાનેર : ડેમુ ટ્રેનમાં TTનું મુસાફર સાથે ગેરવર્તન : ડીઆરએમને ફરિયાદ કરાઈ

- text


વાંકાનેર : મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન આજે મોરબી થી એક વાગ્યે ઉપડતી ડેમોમાં વાંકાનેરનો યુવાન નિખિલ દલસાણીયા મુસાફરી કરી રહ્યો હતો તે વાંકાનેર નજીક આવતા ટ્રેનમાંથી ઉતરવા માટે ઉભો થયો હતો અને દરવાજા પાસે ઉભો હતો ત્યારે તેમની પાસે ટીટી આવીને ચાલ એઇ ઉતર.. (ટ્રેન ચાલુ હોવા છતાં) ત્યારે નિખિલે નિચે ઉતરીને ટીટીને કહ્યું હતું કે ચાલુ ટ્રેને ઉતરાય નહીં એ આપ રેલવેના કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ ત્યારે ટીટીનો મગજ સાતમા આસમાને પહોંચ્યો હતો અને નિખિલ સાથે અભદ્રભાષામાં વાત કરી હતી. ત્યારે નિખિલે તેમની સામે ફરિયાદ કરવાનું કહેતા તારે જે કરવું હોય એ કરી લેજે કહીને નિખિલને ધમકાવવા લાગ્યો હતો.

નિખિલ દલસાણીય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો એક યુવાન છે તેમની સાથે ટીટી દ્વારા અભદ્ર વર્તન થતા તેમને સામાજિક કાર્યકર ઉસ્માનગની શેરસિયાનો સંપર્ક કરી સંપૂર્ણ વિગત જણાવી હતી ત્યારે ઉસ્માનગની શેરસિયાએ આ ટીટી વિરુદ્ધ વાંકાનેર જંકશનમાં આવેલ રેલવે પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું અને નિખિલે પોલીસનો સંપર્ક કરતા રેલવે પોલીસે જણાવ્યું હતું કે સાહેબ અત્યારે હાજર નથી આવશે એટલે તમને કોલ કરીશું અને તમે આવી ફરિયાદ નોંધાવી જશો.

- text

આ સંપૂર્ણ બનાવની નિખિલ દલસાણીયાએ DRM Rajkot ને ટ્વીટ ફરિયાદ કરી હતી અને ફરિયાદની નોંધ લઇને ડિવિઝનમાંથી રેલવે ટીકીટ અને અન્ય ડિટેઇલ માગી હતી. જે નિખિલે મોકલી આપેલ છે. આમ નીખીલે જણાવ્યુ છે કે DRM ઓફિસમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text