વાંકાનેર : ચાર શખ્સોએ રાહદારીને લમધાર્યો

- text


પગ પર બાઇક ચલાવ્યા બાદ યુવાને ઠપકો આપતા બાઇકચાલકે ત્રણ સાગરીતો બોલાવી મારામારી કરી

વાંકાનેર : વાંકાનેર નજીક પગ પરથી બાઇક ચલાવનારને રાહદારી યુવાને ઠપકો આપતા બાઈકચાલકે પોતાના ત્રણ સાગરીતોને બોલાવીને યુવાનને લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે યુવાનની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક માટેલ ધરાના કાંઠે ગોળાઈ નજીકથી પસાર થતા રાહદારી સંજયભાઈ નારણભાઈ ચાવડાના પગ પર બાઇકચાલક નાથા રાણા ડાભીએ બાઇક ચલાવી દીધું હોય, જે મામલે સંજયભાઈએ બાઇકચાલકને સરખી રીતે બાઇક ચલાવવાનું કીધું હતું. ત્યારે બાઇક ચાલકે ઉશ્કેરાઈ જઈને પોતાના સાગરીત મુકા રાણા ડાભી અને અન્ય બે શખ્સોને બોલાવીને સંજયભાઈને માર માર્યો હતો.

- text

આ મામલે સંજયભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text