ટંકારા તાલુકાના શિક્ષકોની ટુર્નામેન્ટમાં લજાઈની ટીમ ચેમ્પિયન

- text


ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બે દિવસીય ટુર્નામેન્ટ યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેના ફાઇનલ મુકાબલામાં ભારે રસાકસી બાદ લજાઈની ટીમ ચેમ્પિયન બની હતી.

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાની સરકારી પ્રા. શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો માટે તા. 12 અને 13ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન જબલપુર રામવાડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની તમામ સાત સી.આર.સી.વાઇઝ એક ટીમ મુજબ સાત ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી. જેમાં લીગ મેચમાં સાવડી અને લજાઈ, નાના ખીજડિયા અને મિતાણા તેમજ ટંકારા અને નેકનામ સીઆરસી વચ્ચે લીગ મેચ રમાઈ હતી, જ્યારે હડમતીયા સીઆરસીને બાય મળતા સીધો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, લીગ મેચમાં લજાઈ, નાના ખીજડિયા અને ટંકારા સીઆરસી વિજેતા થઈ હતી.

સેમિફાઇનલ મેચમાં નાના ખીજડિયા અને હડમતીયા તેમજ ટંકારા અને લજાઈ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાંથી નાના ખીજડિયા અને લજાઈ ટીમ વિજેતા થતા બંને વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. ભારે રસાકસી બાદ લજાઈ ટીમે નાના ખીજડિયા ટીમને 33 રનથી પરાજય આપીને ચાણક્ય ટ્રોફી પોતાને નામ કરી કરી હતી.

તમામ મેચમાં મેન ઓફ ધ મેચ અને રનર્સ અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.ટુર્નામેન્ટમાં રવજીભાઈ પાલરીયા અને વિનુભાઈ પરમાર દ્વારા ખૂબ સુંદર રીતે અમ્પાયરીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગ્રાઉન્ડ, ભોજન જેવી વ્યવસ્થા માટે જયેશભાઇ પાડલીયા, દેવેન્દ્રભાઈ ફેફર, જસવંતભાઈ ચાવડા તેમજ શાંતિલાલ નારિયણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ તકે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ સરડવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, જિલ્લા પ્રા.શિ. સંઘ કોષાધ્યક્ષ જાકાસાહેબ, ટંકારા બી.આર.સી. કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર ઉપરાંત શિવલાલભાઈ કાવર, નિતેશભાઈ રંગપડિયા, સંદીપભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ દલસાણિયા, કલાભાઈ, મણીભાઈ કાવર, મગનભાઈ ઉજરીયા, કૌશિકભાઈ ઢેઢી, ચુનીલાલ ઢેઢી, ભાવેશભાઈ દેત્રોજા, ભીખાલાલ ભોરણિયા, આનંદભાઈ મોકાસણા, અમુભાઈ ભેંસદડિયા, રામાનુજ રામણિકલાલ, બી.આર.પી. પરેશભાઈ નમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

ટ્રોફી વિતરણ બાદ સમાપન સમારોહમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા તેમજ મહામંત્રી વિરમભાઈ દેસાઈ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તમામનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ અંતે સૌ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.

- text