મોરબીથી અંબાજી સુધીની એસટી બસ સેવા શરૂ

- text


ભાજપના કાર્યકર્તા હિતેશભાઈ જાનીના સક્રિય પ્રયાસોથી મોરબીના યાત્રાળુઓને અંબાજીની સીધી બસનો લાભ મળ્યો

મોરબી: મોરબીથી અંબાજી જતા યાત્રાળુઓ માટે સુખદ સમાચાર આવ્યા છે અને આજથી મોરબીથી અંબાજી સુધીની એસટી બસ સેવા શરૂ થઈ છે.સ્થાનિક ભાજપના કાર્યકર્તા હિતેશભાઈ જાનીના અથાક પ્રયાસોથી મોરબીના યાત્રાળુઓને અંબાજીની સીધી બસ સેવાનો લાભ પ્રાપ્ત થયો છે.

મોરબીથી અંબાજી જવા માટે અગાઉ એસટી બસ સુવિધા હતી.પરંતુ મોરબીવાસીઓ માટે મહત્વની આ એસટી બસ સુવિધા અકાળે છીનવાઈ ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી મોરબીથી અંબાજી જવા માટે આ બસ સેવા બંધ હોવાથી મોરબીના અનેક યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. યાત્રાળુઓને ખાનગી વાહનોમાં લૂંટાવું પડતું હતું.લોકોની આ મુશ્કેલીઓને ધ્યાને લઈને મોરબી ભાજપના કાર્યકર્તા હિતેશભાઈ જાનીએ મોરબી-અંબાજી બસ શરૂ કરવા રાજ્ય સરકાર અને એસટી તંત્રના ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી.તેમના અથાક પ્રયાસોથી અંતે મોરબીથી અંબાજીની એસટી બસ શરૂ કરવામાં આવી છે.જેમાં આજે હિતેશભાઈ જાની અને હરીભાઈ દસાડીયાએ મોરબીથી અમદાવાદ વાયા અંબાજીની એસટી બસને લીલીઝંડી આપીને આ બસનો પ્રારંભ કરાવ્યો હતો.જેના પગલે મોરબીના યાત્રાળુ વર્ગમાં ખુશાલી છવાઈ ગઈ છે

- text

- text