મોરબીમા પાટીદાર સમાજના અધિકારી અને કર્મચારીઓનો સ્નેહ ગોષ્ઠી સમારોહ યોજાયો

- text


સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં એકબીજાને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો

મોરબી: મોરબી જિલ્લામાં નોકરી કરતા પાટીદાર સરકારી અધિકારી-કર્મચારીઓ પ્રથમ સ્નેહગોષ્ઠી સમારોહ મોર્ડનહોલ ખાતે યોજવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્યમાં માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ સમારોહમાં બિન અનામત આયોગ ના ચેરમેન બી. એચ. ઘોડાસરાએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તમો જે જગ્યાએ હોય ત્યાં શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ તેમજ સમાજને મદદરૂપ થવું જોઈએ.તમારા અનુભવનો લાભ સમાજને મળે તો સમાજની ઉન્નતિ થાય તેમજ વધુમાં બિન અનામત નિગમ થી મળતા લાભોની માહિતી આપી હતી તેમજ યુ.પી.એસ.સી.અને જી.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી અગાઉથી જ કરવા સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં લેબર કમિશનર સી.જી. પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હું સમાજને કઈ રીતે મદદરૂપ થવું જેથી સમાજના અન્ય લોકો તમારા માર્ગદર્શન થકી આગળ વધે અને સમારોહ થકી કર્મચારી- અધિકારી એકબીજાને ઓળખે અને વહિવટી કામમાં મદદરૂપ થાય જેથી લોકોના કામો સરળ થાય. નડિયાદ અધિક કલેકટર રમેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સમાજ વિકાસ માટે સંગઠિત હોવું જરૂરી છે અને દરેક સંગઠિત થાય તો જ સમાજનો વિકાસ થાય. આ કાર્યક્રમમાં અગ્રણીઓ પી.ડી.કાંજીયા, પોપટભાઈ કગથરા, વલમજીભાઈ, મનુભાઈ કૈલા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

- text

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન મણીલાલ સરડવાએ કર્યું હતું જ્યારે કિરીટભાઈ દેકાવાડીયાએ સ્નેહગોષ્ઠી સમારોહનો ઉદેશ જણાવ્યો હતો અને આભારવિધિ હિતેશભાઈ આદ્રોજાએ કરી હતી જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિજય દલસાણીયાએ કર્યું હતું.

- text