મોરબીમાં પ્રેમલગ્નના મામલે યુવતીના પિતરાઈ ભાઈ પર હુમલો

- text


બે શખ્સોએ ગામમાં આવવું નહિ તેમ કહી માર માર્યો

મોરબી: મોરબીમાં પ્રેમલગ્ન કરવા મામલે થયેલા મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ યુવતીના પિતરાઈભાઈ લાકડીથી ઢીકાપાટુનો માર માર્યો હતો.આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલા સનરાજ પાર્ક પાસે રહેતા રાજેશભાઇ બાબુભાઇ વઢરકિયા ઉ.વ.32એ જુના નગડવાસ ગામના બીજલ લખમણભાઈ સતોલા અને દિલીયો લખમણભાઈ સતોલા સામે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, અરોપી બીજલએ ફરિયાદી રાજેશભાઇના કાકાની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ઉત્તરાયણના દિવસે ફરિયાદી મધુપુર ગામે તેમના માતાજીના દર્શન કરવા જતાં હોય ત્યારે તેમને રસ્તામાં રોકીને મધુપુર ગામે આવવું નહિ તેમ કહીને બન્ને આરોપીઓએ રાજેશભાઈને લાકડીથી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.આ બાબતે યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text