ક્રાંતિકારી પહેલ : મોરબી કન્યા છત્રાલયના પ્રમુખની પૌત્રી સહિત ત્રણ દીકરીઓના ઘડિયાલગ્ન

- text


મોરબીનું પરિવર્તન અમદાવાદ પહોચ્યું : ખાનપરમાં ઉમિયા સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઘડિયાલગ્ન યોજાયા

મોરબી : કમુરતા ઉતરતાની સાથે જ મોરબીમાં ફરી એક વખત ઘડિયાલગ્નની શહેનાઈ ગુંજવાનું શરૂ થઈ ગયું છે આજના શુભ મુહૂર્તમાં મોરબીના ખાનપરમાં બે અને અમદાવાદમાં કન્યા છાત્રાલયના પ્રમુખ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથીની પૌત્રીના ઘડિયાલગ્ન યોજાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાટીદાર સમાજ મોરબીમાં પરિવર્તનના વાવઝોડારૂપે ઘડિયાલગ્ન યોજાઈ રહ્યા છે અને હવે ઘડિયાલગ્નનો વાયરો મોરબીના સીમાડા વટાવી અમદાવાદ સુધી પહોંચ્યો છે જેમાં આજરોજ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને કન્યા છત્રાલયના પ્રમુખ બેચરભાઈ હોથીના પુત્ર રમેશભાઈની પુત્રી બંસીની સુપુત્રીને અમદાવાદ ખાતે જલ જલાવાની વિધિ મનીષભાઈના પુત્ર નિસર્ગ સાથે હતી પરંતુ મોરબીના રિતરીવાજની અસર થતા વડીલોની સમજાવટથી સાંજે જ ઘડિયાલગ્ન લેવામાં આવ્યા હતા.

એ જ રીતે આજરોજ મોરબીના ખાનપર ગામે રહેતા હસમુખભાઈ પ્રાગજીભાઈ ભીમાણીની બે સુપુત્રીને આજરોજ ચૂંદડી ઓઢાળવામાં આવનાર હતી જેમાં મોટી પુત્રી કાજલની સગાઈ ચંદુભાઈ ભવનભાઈ કૈલાના પુત્ર ચિન્ટુ સાથે અને નાની પુત્રી પૂજાની સગાઈ મહેન્દ્રનગરના મનીષભાઈ કાનજીભાઈ હરણીયાના પુત્ર કૃતાર્થ સાથે નિર્ધારવામાં આવો હતી પરંતુ ઉમિયા સમૂહલગ્ન સમિતિની અપીલને માન આપી બન્નેના સાદાઈથી ઘડિયાલગ્ન લેવાયા હતા.

- text

આ પ્રસંગે ઉમિયા સમૂહલગ્ન સમિતિના શિવલાલભાઈ ઓગણજા, કડવા પાટીદાર કેળવણી મંડળના વલમજીભાઈ અમૃતિયા, ડો.મનુભાઈ કૈલા, નંદલાલભાઈ વિડજા, કમલેશભાઈ કૈલા, બીપીનભાઈ ઘોડાસરા, પોપટભાઈ કગથરા, પોપટભાઈ ગોઠી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

- text