સ્ટોપ પ્લાસ્ટિકના નારા સાથે અરુણાચલથી નીકળેલ સાયકલ યાત્રિકો હળવદ પહોંચ્યા

- text


મહિલા સશક્તિકરણ માટે મહારાષ્ટ્રની યુવતી અને યુવકનો હજારો કિલોમીટરનો સાયકલ પ્રવાસ

હળવદ : સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈને અરુણાચલ પ્રદેશથી કચ્છના કોટરશ્વર સુધી નીકળેલી સાયકલ યાત્રા આજે હળવદ આવી પહોંચતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

અરુણાચલ પ્રદેશથી ગુજરાતના કોટેશ્વર સુધી સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈને નીકળેલી આજરોજ હળવદ આવી પહોંચી હતી મહારાષ્ટ્ર ની વિદ્યાર્થીની સાયલી મિલિંદ મહારાવ (ઉ.વ 20) અને TY.B.A માં અભ્યાસ કરે છે અને તેમની સાથે અભિજીત બાલુ ગવલી (ઉ.વ 20) જે TY.BCA આ બંને વિદ્યાર્થી શ્રી શાહુ મંદિર મહાવિદ્યાલય,પુના પર્વતીમાં અભ્યાસ કરી રહ્યા છે બને વિદ્યાર્થી પુના અને મુંબઇ મહારાષ્ટ્રના રહેવાસી છે.

ગત વર્ષે સાયલી મહારાવએ કાશ્મીરથી કન્યાકુમારીની 4000 કી.મીની યાત્રા કે જે 8 રાજ્ય માંથી પસાર થઈ હતી તે સાયકલ યાત્રા માત્ર 35 દિવસમાંજ પુરી કરી અને રેકોર્ડ તોડ્યો હતો.

- text

આ વર્ષે બને વિદ્યાર્થીઓ અરુણાચલ પ્રદેશથી ગુજરાતની 3900 કી.મીની યાત્રા સાયકલ કરી રહ્યા છે આ યાત્રાનો ઉદેશ સ્ટોપ પ્લાસ્ટિક અને મહિલા સશક્તિકરણનો છે અને તે સંદેશો લઈને નીકળેલી યાત્રા આજરોજ હળવદ પહોંચી હતી આ વિદ્યાર્થીઓ 5 ડીગ્રીથી લઈને 10 ડીગ્રી સુધી તાપમાન વચ્ચે પોતાનો પ્રવાસ ખેડયો છે, દરરોજ 120 થી 130 કી.મી સુધીનું અંતર કાપી રહ્યા છે અને અત્યાર અરુણાચલ પ્રદેશ , આસામ , પશ્ચિમ બંગાળ , બિહાર , ઉત્તરપ્રદેશ , રાજસ્થાનથી ગુજરાત એમ 7 રાજ્ય માં પસાર થઈ આજરોજ હળવદ જનતા ફૂડ મોલ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને ત્યાં હાજર કેદારભાઈ રાવલ અને મહેશભાઈ નાડોદા સહિત હાજર સૌ એ ફૂલ હાર થી સન્માન કરી અને હર્ષભેર આવકાર્યા હતા અને તેમના ઉમદા વિચારોને બિરદાવ્યા હતા.

- text