હળવદ : સરંભડા ગામમાં પશુરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


શ્રી સરંભડા દુધ ઉત્પાદક સહકારી મંડળી આયોજિત નિદાન કેમ્પમાં ૭૮૦ પશુઓના રોગોનું વિનામુલ્યે નિદાન કરી સારવાર અપાઈ

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે શ્રી સરંભડા દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે પશુરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલકોએ મોટી સંખ્યામાં હાજર રહી પશુઓનું નિદાન કરાવ્યું હતું. પશુઓના નિદાન સાથે વિવિધ રોગોના પશુઓને સારવાર આપવામાં આવી હતી.

તાલુકાના સરંભડા ગામે આવેલ શ્રી સરંભડા દુધ ઉત્પાદક સહકારી મંડળી હંમેશા અવારનવાર પશુપાલકોના હિતમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે આજરોજ પશુ રોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી – મોરબી, વેટનરી ઓફિસર તેમજ વિવિધ પશુરોગ લક્ષી ચિકિત્સાલયના અધિકારીઓ અને હળવદ પશુ દવાખાનાના અધિકારી, સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પશુ સારવાર કેમ્પમાં કુલ નાના મોટા ૭૮૦ પશુઓને વિનામુલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સરંભડા દુધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક ભીમાભાઈ નાગજીભાઈ દોરાલા, મંડળીના પ્રમુખ દેવશીભાઈ ભરવાડ, મંડળીના મંત્રી ભીમાભાઈ દોરાલાએ જહેમત ઉઠાવી હતી. આ તકે હાજર પશુ ચિકિત્સક દ્વારા પશુઓની માવજત માટે પશુપાલકોને માહિતગાર કર્યા હતા.

- text

- text