મોરબીમાં મકરસંક્રાંતિએ પીધેલી હાલતમાં ૧૧ ઝડપાયા

- text


દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત પાંચ પકડાયા

મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ પીધેલી હાલતમાં રખડતા ૧૧ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે એક મહિલા સહિત પાંચને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે એક શખ્સને પીધેલી હાલતમાં પકડ્યો હતો.

મોરબી પોલીસે મકરસંક્રાંતિએ પીધેલી હાલતમાં રખડતા શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા રવાપર ઘુનડા રોડ પરથી અમિતભાઇ શાંતિલાલ સુરાણી, જુની ઓરીયન્ટલ બેન્ક વાળા મેઇન રોડ પરથી ચેતનભાઇ નરેન્દ્રભાઇ ચૌહાણ અને ઉમેશભાઇ દિનેશભાઇ સનુરા, વીશીપરામાંથી વિજયભાઇ દોલુભાઇ અગેચાણીયા, વડવાળા ટી સ્ટોલ પાસેથી ફારૂકભાઇ ઇસાકભાઇ શેખ, રવાપર લીલાપર રોડ પરથી અરવિંદભાઇ કાનજીભાઇ ફુલતરીયા, કુલદીપભાઇ શાન્‍તીભાઇ કૈલા, વસંતભાઇ બાબુભાઇ શેરશીયા અને ભાવેશભાઇ ભીખાભાઇ ચાડમીયા, રવાપર ઘુનડા રોડ પરથી ભરતભાઇ નરભેરામભાઇ સાણંદીયા તેમજ રવજીભાઇ આયદાનભાઇ મઠીયાને પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા.

- text

આ સાથે મોરબી પોલીસે ઇન્દીરાનગરમાંથી વિનુબેન દિનેશભાઇ વરાણીયા, લખધીરપુર રોડ પરથી તોફીકભાઇ દિલાવરભાઇ મોવર, વજેપરના નાકા પાસેથી સુરેશ ઉર્ફે સુડો લખમણભાઇ થરેશા, શનાળા ધુનડા રોડ પરથી ધીરૂભાઇ રામજીભાઇ સાવરીયા અને મુકેશ ઉર્ફે ભાણુ ભીખુભા જાડેજાને દેશી દારૂના જથ્થા સાથે પકડ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે નવા રાજાવડલા ગામ પાસેથી ભરતભાઇ માનસીંગભાઇ સત્રોટીયાને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

- text