મોરબીમાં ભાઈના મિત્રના ઝઘડામાં યુવાનને લમધાર્યો

- text


ત્રણ શખસો સામે માર મર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ

મોરબી : મોરબીમાં ભાઈના મિત્રના ઝઘડામાં યુવાનને બે શખ્સોએ લમધારીને છરીની ઝપઝપીમાં છરકો લાગી જતા તેને ઇજા થઇ હતી.આ બાબતે યુવાને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલા આનંદનગરમાં કપિલ જીતેન્દ્રભાઈ પાલા ઉ.વ.18એ ત્યાંજ રહેતા કાળું દેવીપુજક, રસિક, ભુપત દેવીપૂજક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ રવીના મિત્ર સાગર ચોટલી સાથે ત્રણેય આટોપીઓને કોઈ બાબતે ઝઘડો થયો હતો આથી આરોપીઓએ સાગર ચોટલીને તેમના ઘરે નહીં આવવા દેવાનું કહીને માથાકૂટ કરીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો.એટલું જ નહીં આરોપીઓએ છરી સાથે ઝપાઝપી કરતા ફરિયાદીને છરીનો છરકો લાગવાથી ઇજા પહોંચી હતી.આ બાબતે એ ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખસો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text