મોરબીની નિર્મલ વિદ્યાલયમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

- text


શાળાના ૩૦૪ બાળકોએ લીધો ભાગ : ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલા ૧૮ વિદ્યાર્થીઓએ ૧૯૫થી વધુ સુર્ય નમસ્કાર કર્યા

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે બાળકો માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામા ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ૧૮ છાત્રોએ ૧૯૫થી વધુ સૂર્ય નમસ્કાર કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબીની નિર્મલ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ૩૦૪ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલા ૧૮ જેટલા વિદ્યાર્થીઓએ ૧૯૫થી વધુ સૂર્ય નમસ્કાર કર્યા હતા. સ્પર્ધા અંદાજે ૧ કલાક સુધી ચાલુ રહી હતી.

આ પ્રસંગે ઘોડાસરાભાઈ તેમજ રાજુભાઇ શુક્લએ વિશેષ હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પીટી શિક્ષક વાલજીભાઈ ડાભી, દિલીપભાઈ તેમજ નેહાબેને જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર વતી રમણિકભાઈ બરાસરા, રજનીભાઇ દેસાઈ, નિલેશભાઈ કુંડારિયા તેમજ ક્લોલાભાઈએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સફળ કાર્યક્રમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text